Wednesday, June 26, 2013

બ્લોક કક્ષાએ આયોજિત શિક્ષક સજ્જતા તાલીમ નું આયોજન :-

 ધોરાજી તાલુકામાં ગત તારીખ ૫/૦૬/૨૦૧૩ થી ૮/૦૬/૨૦૧૩ દરમ્યાન સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં ઉપક્રમે ભાષા, ગણિત - વિજ્ઞાન  , સામાજિક વિજ્ઞાન, તેમજ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત જૂથ વિભાજીત તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.આ તાલીમમાં કુલ ૩૭૫ જેટલા શિક્ષકોએ હાજરી આપેલ હતી. ઓન એર તેમજ ઓફ એર આયોજિત આ તાલીમમાં  તજજ્ઞો દ્વારા માહિતી તેમજ માર્ગદર્શન વિવિધ વિષયો પર આપવામાં આવેલ હતું. જેમાં મુખ્યત્વે એસ.ટી.પી (વૈકલ્પિક શિક્ષણ ) આઈ.ઈ.ડી  , જળસંચય , સર્વાંગી વિકાસ , એસ.સી.ઈ. (શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ) સંકલિત શિક્ષણ , ઈનોવેશન ઇન એજ્યુકેશન , આપતિ વ્યવસ્થાપન,હિશાબી તેમજ નાણાકીય કામગીરી, તથા વિષયવાર જૂથ ચર્ચા,તેમજ વિષય વસ્તુ સંબંધિત વિષયો પર માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રજ્ઞા શિક્ષકોને તમામ પ્રવૃતિઓ તેમજ વિષયવસ્તુ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
                        આ તાલીમમાં ઓ.ઈ.સી. - ટી.ટી. શ્રી અલ્તાફભાઈ મુગલ એ પ્રેરક હાજરી આપેલ હતી  .

No comments:

Post a Comment