રીડ કોર્નર

                                          શ્રેષ્ઠ શિક્ષક બનવા માટેનાં 6 અદભૂત સૂચનો

કોઈ પણ વ્યવસાય પછી તે રસપ્રદ હોય કે પડકારરૂપ, એક વખત રોજિંદો ક્રમ થઈ જાય પછી કંટાળાની લાગણી પકડે છે. શિક્ષણનો વ્યવસાય પણ આમાં અપવાદરૂપ નથી. કેળણીકારોએ પોતાના માટે અને તેમના વિદ્યાર્થીઓ માટે સતત જાગૃત અને સક્રીય રહેવાનો રસ્તો શોધવો જરૂરી છે. અહિં આપેલા 6 સૂચનો તેમને શ્રેષ્ઠ શિક્ષક બનવામાં મદદરૂપ થશે.

પ્રાણપૂરક વાતાવરણ
વર્ડઝવર્થે કહ્યું છે કે "બાળક એ મનુષ્યનો પિતા છે" તેનું તાત્પર્ય એ છે કે બાળકો તેઓની આસપાસની દરેક વસ્તુને તેઓ બાળસહજ કુતૂહલતા નિરખે છે કરણ કે તેઓ મોટાઓ વડે તે પ્રભાવિત થયા નથી. આ વાતને મનમાં રાખીને વિદ્યાર્થીઓને એવું વાતાવરણ પૂરું પાડો કે જ્યાં તેઓ વિચારોથી અને મહિતીથી સમૃદ્ધ બને અને તેમના મુદ્દાઓને અવરોધ વગર ચુકાદા કે ટીકાના ભય વગર વહેંચી શકે.કોને ખબર છે કે આમાં નવી કલ્પનાનું રહસ્ય તમારી સામે ખુલ્લુ થાય?

ચીલાચાલુથી અલગ વિચાર
પ્રશ્નો પૂછવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. વિદ્યાર્થીઓ માટે, તેઓના શિક્ષક હંમેશા સાચા જ હોય છે અને તેમાં તેઓ અડગ વિશ્વાસ મૂકે છે. આ અકળ વિશ્વાસને કારણે તેઓ તમે કહેશો તેમ હકીકતનો સ્વીકાર કરશે. વિદ્યાર્થીઓને શોધવા દો અને તરાહથી અલગ જઈને જવાબો શોધવા દો. ફરીથી, તેઓના જવાબો તમારા માટે આર્શ્ચયકારક હોઈ શકે.

પ્રોત્સાહક માર્ગદર્શક
નૈતિકતા વધારનાર બનો! વિદ્યાર્થીઓ પોતાનામાં વિશ્વાસ રાખતા કરો અને તેનાં પ્રયત્નોને વખાણો ભલે તે ગમે તેટલો નાનો કે ક્ષુલ્લક હોય. શિક્ષકની હકારાત્મક કે નકારાત્મક માન્યતાઓ, તેમના મન પર ગજબની અસર કરે છે. તેઓના અવાજને વાચા આપો. તેઓના પ્રયત્નોને નિરખો, ભાગલો અને તેમના કાર્યમાં ફાળો આપો.

પ્રયોગાત્મક શિક્ષણ
એરિસ્ટોટલના શબ્દોમાં કહીએ તો ,'વસ્તુ આપણે કાર્ય કરતા પહેલા શીખવી જ પડે છે. તે કરવાથી આપણે શીખી જઈએ છીએ.' પ્રયોગાત્મક શિક્ષણ જેવું બીજુ કોઈ સારુ કામ નથી. તેથી વિદ્યાર્થીઓને ક્વીઝ, રમતો, સિધ્ધાંત ચકાસનારા પ્રયોગો અને નાટક જેવી ક્રિયા-પ્રતિક્રિયા કરનાર પ્રવૃતિમાં જોડો. તમને અને વિદ્યાર્થીઓ બંને માટે ભાગ લેવાનો પ્રયાસ આનંદદાયક બનશે. વધારામાં, ગોખણિયા ભણતર કરતા, કે જે તેઓના પાઠ્યપુસ્તકના જ્ઞાનને જ દોહરાવે છે આમાં વિદ્યાર્થીઓ જે ક્ષમતા બતાવે છે તે સ્પષ્ટ થશે.

ટૂંકા વિરામો
વિદ્યાર્થીઓની એકાગ્રતાનો ગાળો ઓછો હોય છે. તાત્કાલિક પ્રશ્નોત્તરી અથવા હળવી વાતો જેવી પ્રવૃતિઓના રૂપમાં તેમને નિયમિત વિરામ આપો. તે તમે જેવી એકાગ્રતા માગો છે તે મેળવવાનો આ સચોટ માર્ગ છે.

હકારાત્મક વિચાર
છેલ્લે એમના શિક્ષણ તરીકે તમારા મૂડને સંભાળવો એ તમારા પર છે. જો તમે ઉદાસીનતા અથવા ચિડચિડાપણું અનુભવતા હો તેને તેઓ તરત જ સમજી જાય છે. તમે જે કરો છો તેમાં હકારાત્મક વર્તન અને શક્તિ બહાર કાઢશે. તમારા વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ તમારા શીખવવા પ્રત્યેના અભિગમને પ્રતિબિંબિત કરશે. તમારા વર્ગમાં તેઓના પ્રતિભાવ એ તમારું રીર્પોટ કાર્ડ છે.
..................................................................................................................................................................


                                —"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???"




એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીનેમને આપો.નિબંધનો વિષય છે—"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???"
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તેનિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું," કેમ શુંથયું???કેમ રડો છો???"
શિક્ષિકાએ કહ્યું," હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું" તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં' "જુઓ, તમે પણઆ નિબંધ વાંચી જુઓ"
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
" હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હુંટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇપણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકોજેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલાહોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાંહોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હુંતેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મનેટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું."
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,"હે ભગવાન! !બિચારું બાળક! !કેવા ભયાનકમાતા-પિતા છે !!!!!"
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા," આ નિબંધ આપણા દીકરા એ લખેલો છે."
 

No comments:

Post a Comment