Saturday, March 19, 2011

વિશ્વ મહિલા દિન ઉજવણી -વુમેન કેમ્પ

                      સર્વ શિક્ષા અભિયાન મિશન રાજકોટ -કોમ્યુનીટી મોબીલાઈજેશન હેડ આયોજિત ધોરાજી તાલુકા માં કુલ ૭ સી.આર.સી માં ૧૪ "મહિલા કેમ્પ" નું આયોજન કરવા માવ્યું હતું,"વિશ્વ મહિલા દિન"૮ માર્ચ થી ૧૨ માર્ચ દરમિયાન કેમ્પ નું આયોજન કરેલ હતું
            આ "વુમેન કેમ્પ માં કુલ ૩૯૮૯ મહિલા ઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો,અને મહિલા ઓ બહોળી સંખ્યા માં ભાગ લીધો હતો,દરેક વુંમેન કેમ્પ માં સમુહ  પ્રાથના થી કેમ્પ ની શરૂઆત કરવા માં આવી હતી.અને મહિલા ઓ એ "વિશ્વ મહિલા દિન "નું મહત્વ સમજાવ્યું હતું ,આ કેમ્પ માં રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય સુપ્રસિધ મહિલા ઓ વિષે વિગતવાર પરિચય અપાયો,સ્ત્રી ભ્રુણ હત્યા વિષે ની ચર્ચા કરવા માં આવી હતી સાથો સાથ આર.ટી.આઈ એકત ની પણ સમાજ આપવા માં આવી હતી ,
              વાડોદર,ભાડેર ગામ માં આયોજિત વુમેન કેમ્પ માં મહિલા ઓ એ જાતે કરેલ ભરત ગુંથણ,મોતીકામ ,અથાણા ,પાપડ,અન્ય ચીજ વસ્તુ ઓ નું પ્રદર્શન રાખવા માં આવ્યું હતું,અને આ મહિલા ઓ એ ઘરબેઠા કમાણી કરી ઘરખર્ચ માં ઉપયોગી કઈ રીતે થઇ શકાય તેનું માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું દરેક મહિલા કેમ્પ માં ૫ વિષય પર મહિલા ઓ ને ટૂંક માં બોલવાનું કહ્યું તો મહિલા ઓએ હોંશભેર ભાગ લીધો હતો
              આ મહિલા કેમ્પ થી ઘણા ગામ માં તો પહેલીજ વાર મહિલા ઓ સમૂહ માં એકથી થઇ હતી.અ કેમ્પ પછી મહિલા  ઓ દર બે મહીને ને મળવા નું નક્કી કર્યું,
             આ મહિલા કેમ્પ માં દરેક ગામ ના રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો શાખી મંડળ નીબહેનો,આંગણ વાડી વર્કર બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લઇ કેમ્પ ને સફળતા અપાવી હતી
        

No comments:

Post a Comment