Saturday, January 15, 2011

રાઇટ ટુ એજ્યુકેશન સરપંચ તાલીમ વર્ગ

                                          સર્વ સિક્ષા અભિયાન અંતર્ગત કોમ્યુનીટી મોબીલાઇઝેશન અન્વયે રાઈટ ટુ એજ્યુકેશન     ( આર.ટી.ઈ )ના કાયદા ની સમજ માટે બી.આર.સી ભવન ખાતે તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વડીયાતર ના અધ્યક્ષ સ્થાને તા:- ૧૫-૧-૧૧  ના રોજ ધોરાજી તાલુકા ના ૩૦ ગામ ના સરપંચો ની તાલીમ યોજવા માં આવી હતી ,


                            આ તાલીમ માં શ્રી બી.વી.હીરાની (કે.ની.વહીવટ )અને શ્રી ભરતભાઈ ભાલોડીયા એ ઉપસ્થિત સરપંચો,હોદેદારો,સી.આર.સી  ને આર.ટી.ઈ  ના કાયદા વિષે સરકારી શાળા ઓ ને મળતા અનુદાન .સૈક્ષણિક સહેતુક અનુદાન નો ઉપયોગ તેમજ વાંચન સમૃદ્ધી તમામ ગ્રામ્ય સ્તરે વિકસે તેની મુદાસર સમાજ આપવામાં આવી ,
                             બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ ડાંગર તથા તા,શા-૩ ના સી.આર.સી કો.ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ આશરા એ સુંદર સંકલન કરી ગામ ના છેવાડા ના બાળકો સુધી મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ તેમજ સરકારી સહાયો ઉપલબ્ધ બને તે માટે વી.ઈ.સી ના અધ્યક્ષ એવા સરપંચો દ્વારા થાય તેવા સહિયારા અને સકારાત્મક પ્રયાસો માં ભાગીદાર બને તેવી અપીલ કરવામાં આવી                                                   

No comments:

Post a Comment