Sunday, October 20, 2013

બ્લોક કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013

બ્લોક કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013







> તાલુકા કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન તા4/5 ઓક્ટોમ્બર -2013 ના રોજ ડો.એ.પી.જે અબ્દુલ કલામ નગરી વડોદર ખાતે યોજાઈ ગયો 
>શ્રી એચ એ કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી ) દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું ઉદઘાટન કરવા માં આવ્યું 
>કૃતિ લાવનાર દરેક સ્કુલ ને સ્વ.કાનજીભાઈ કરનાભાઈ ડાંગર સ્મૃતિ ચિન્હ શ્રી જીગ્નેશભાઈ ડાંગર (પી.એસ.આઈ -અમદાવાદ )તરફથી આપવામાં આવ્યા હતા 
>કૃતિ લાવનાર દરેક વિદ્યાર્થી અને શિક્ષકને પ્રમાણપત્ર શ્રી નટુભાઈ ગોંધા (આચાર્ય શ્રી સાપાતર પ્રા .શાળા ) તરફ થી આપવા માં આવ્યા હતા 
>આમંત્રણ પત્રિકા નો ખર્ચ શ્રી કિશોરભાઈ દેદકિયા તરફ થી આપવા માં આવ્યો હતો 
>સાંજ નું ભોજન તમામ ધોરાજી તાલુકા ના સી.આર.સી કો.ઓર્ડીનેટર તરફ થી આપવા માં આવ્યું હતું 
>નાસ્તા ખર્ચ ધોરાજી તાલુકા પ્રાથમિક સંઘ તરફથી આપવામાં આવ્યું હતું 
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ પાંચ વિભાગ માં કુલ 21 કૃતિ ઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રદર્શિત કરવા માં આવી હતી 
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં તાલુકા ની તમામ શાળા નું કુલ 4800 બાળકો તથા 1500 ગ્રામ્ય જનો એ પ્રદર્શન નો લાભ લીધો હતો 
> તાલુકા કક્ષા એ વિજેતા થઇ જીલ્લા કક્ષા એ કુલ ચાર  શાળા ભાગ લેશે ૧;શાળા નંબર-14  ધોરાજી /શાળા નંબર-૬ ધોરાજી /વેગળી પ્રા  શાળા ન તથા ચિચોડ પ્રા .શાળા
> સમાપન સમારોહ માં શ્રી બી.વી બકુત્રા સાહેબ (મામલતદાર શ્રી )કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી સાહેબ )તથા શ્રી રાજુભાઈ ડાંગર ઉપસ્થિત રહી વિજેતા ઓ ને શિલ્ડ અર્પણ કાર્ય હતા 
>ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ની સાથોસાથ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ના ભાગ રૂપે સ્વામી જી ના પુસ્તક પ્રદર્શન તથા પુસ્તક વેચાણ નું આયોજન કરવા માં આવ્યું હતું
>પ્રજ્ઞા વર્ગ નિદર્શન પણ રાખવા માં આવ્યું હતું ,

No comments:

Post a Comment